Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile
Hiren Bharwad

@hiren_aajra

जीवनेन धने नित्यं कृष्णमगतिर्मम ॥ #8182 | Educator | Bibliophile | Lectiophile | Gujarati | Jay Hind 🇮🇳

ID: 1394440602

linkhttps://mobile.twitter.com/search?q=from%3A%40hiren_aajra%20-filter%3Amentions&src=typed_query calendar_today01-05-2013 11:43:52

36,36K Tweet

16,16K Followers

370 Following

Aghori™ (@gud_4_nothing) 's Twitter Profile Photo

મજાક મસ્તી કરો, ટપલી મારો, પણ સાવજ ને નહિ, કારણ, સિંહ ની યાદદાસ્ત અને પંજો બેય લાંબા હોય છે. વાંદરું ભૂલે, જંગલ ભૂલે, પણ પંજો ના ભૂલે. જયારે યાદ આવે, પંજો પ્રસરે પાંચ લીટા માં, ઇતિહાસ વીસરે.. સળી કરો, પણ સાવજથી દૂર રહો #વિશ્વ_સિંહ_દિવસ પર વાંદરાઓ ને અર્પણ .. 🙏😹

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

કરે ઓળઘોળ બેનડી ! આયખું વીરો અમુલ, વળે ન તોય વીરથી, તારા વારણા કેરા મુલ. રક્ષાબંધનની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ 🙏🏻

કરે ઓળઘોળ બેનડી ! આયખું વીરો અમુલ,
વળે ન તોય વીરથી, તારા વારણા કેરા મુલ.

રક્ષાબંધનની આપ સૌને ખુબ ખુબ
શુભકામનાઓ  🙏🏻
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. સદૈવ અકળ અને કાયમ સકળ!!

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

" લીલા રે પાણિયારે રમતા બાળુડા લીલેરા નાગ જો, કંકુના નાગલિયા ને તલવટના પરસાદ જો, રખોપા કરજો અમારા કૂળની વાસૂકીના બેટડા જો, ખેતરપાળને સમી સાંજનો પોરો રેરાફડિયાવાસ જો, રાતીચોળ ઓઢણી સરમાળિયાદાદા રે લીલા પરતાપ જો ” નાગપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🙏

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

સજી ગઈ છે દ્વારિકા ને શરૂ થઇ ગઈ તૈયારી, આઠમના દિવસે આવ્યા વ્હાલા કૃષ્ણ મુરારિ...!! આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏻 જય દ્વારિકાધીશ 🙏

સજી ગઈ છે દ્વારિકા ને શરૂ થઇ ગઈ તૈયારી,
આઠમના દિવસે આવ્યા વ્હાલા કૃષ્ણ મુરારિ...!!

આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏻

જય દ્વારિકાધીશ 🙏
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

આપણે આપણી જાતને જ્યાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ તે જગ્યા એટલે પુસ્તક.

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

આપણા પોતાના અંતરમાં નજર કરીશું તો ખ્યાલ આવશે કે, આપણાં મોટાભાગના દુઃખો માટે, પરાજયો માટે, તકલીફો માટે આપણે પોતે જ જવાબદાર છીએ. તેને પાર કરવાની ઈચ્છા જ આપણે પોતે કરતા નથી. શક્તિનું સરોવર આપણામાં ભરેલું હોય છે, પણ ઈચ્છાની નહેરમાં તેને વહાવવાનો કોઈ પ્રયત્ન આપણે કરતા જ નથી.

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

આજરોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને શુભકામના. જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી નર્મદ સૌના હૃદયમાં રહેશે. વીર કવિ નર્મદજયંતી પર ભાવપૂર્ણ વંદન 👏

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

Quote with your art 😁 એક ટોપિક આવી ગ્યો આખો... સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાસનો..

Quote with your art 😁

એક ટોપિક આવી ગ્યો આખો... સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાસનો..
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

ગામને ભાગોળે સિંદુરના વાઘા ઓઢીને અણનમ બેઠેલા જતિ ને શૂરાના પાળિયા ને થાપનની ઓથે સંતાઈને સંતાકૂકડી રમતા કાચા કુંવારા જોબનને જોઈએ ત્યારે થાય કે મેઘાણી ક્યાંક આસપાસ છે ! ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર,સોરઠ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જયંતી નિમિત્તે કોટી-કોટી નમન..🙏

ગામને ભાગોળે સિંદુરના વાઘા ઓઢીને અણનમ બેઠેલા જતિ ને શૂરાના પાળિયા ને થાપનની ઓથે સંતાઈને સંતાકૂકડી રમતા કાચા કુંવારા જોબનને જોઈએ ત્યારે થાય કે મેઘાણી ક્યાંક આસપાસ છે !

ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર,સોરઠ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જયંતી નિમિત્તે કોટી-કોટી નમન..🙏
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

જેના નામ માત્રથી જગતનો નાથ પણ પૂર્ણતા અનુભવે એવા કૃષ્ણપ્રિયા રાધાજીની અષ્ટમી એટલે રાધાઅષ્ટમી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના ❤️

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

કક્કા થી બારખડીના જ્ઞાન સુધી, એકડા બગડા થી ગણિત સુધી, શ્રી રામથી લઈને શ્રી કૃષ્ણ સુધી, વનસ્પતિથી વિજ્ઞાન સુધી, ABC થી ગ્રામર સુધી આપ્યું દરેક વિષયનું જ્ઞાન અને એના કરતાંય યોગ્ય વર્તન કેમ કરવું એવુ ભાઠા મારીન જ્ઞાન આપનાર તમામ શિક્ષકોને શિક્ષકદિનની શુભકામના 🙏

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

મૂછાળી મા તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનું નૂતન શિક્ષણક્ષેત્રના એકેએક શિક્ષક માટે પાઠ્યપુસ્તક સમું પુસ્તક એટલે દિવાસ્વપ્ન. એક બેઠકે જ પૂરું થઈ જાય એવું પુસ્તક શિક્ષણમાં પરંપરા કરતા પ્રયોગનું મહત્વ વધુ છે તે સમજાવી જાય છે. શિક્ષક દિવસ નિમિત્તે ખાસ ભલામણ છે અચૂક વાંચજો.

મૂછાળી મા તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનું નૂતન શિક્ષણક્ષેત્રના એકેએક શિક્ષક માટે પાઠ્યપુસ્તક સમું પુસ્તક એટલે દિવાસ્વપ્ન.
એક બેઠકે જ પૂરું થઈ જાય એવું પુસ્તક શિક્ષણમાં પરંપરા કરતા પ્રયોગનું મહત્વ વધુ છે તે સમજાવી જાય છે.
શિક્ષક દિવસ નિમિત્તે ખાસ ભલામણ છે અચૂક વાંચજો.
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

શિક્ષક દિવસ નિમિત્તે આવા મેસેજ આવે એટલે આ દિવસની સાર્થકતા સમજાય છે.

શિક્ષક દિવસ નિમિત્તે આવા મેસેજ આવે એટલે આ દિવસની સાર્થકતા સમજાય છે.
Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

આજથી શરૂ થતાં શક્તિપર્વ એટલે કે માતાજીની આરાધના કરવાના નવલા નવરાત્રી પર્વની આપ સૌને જાજેરી શુભકામના. માતાજી હૌને નરવા રાખે એવી અભ્યર્થના. જય અંબે 🙏 જય માતાજી 🙏

Hiren Bharwad (@hiren_aajra) 's Twitter Profile Photo

જે વ્યક્તિના વિચાર, નિયત અને કર્મ સારા હોય છે, " દ્વારકાધીશ " એને મદદ કરવા કોઈપણ રૂપમાં હાજર હોય છે.. !! જય દ્વારકાધીશ 🙏