Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profileg
Hasmukh Patel

@Hasmukhpatelips

IPS officer, Additional DGP,
Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements

ID:867351614138572801

linkhttp://lrdgujarat2021.in calendar_today24-05-2017 12:08:34

3,3K Tweets

516,8K Followers

17 Following

Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

SPC સમર કેમ્પ 2023 ની તાલીમ
ગયા વર્ષની તાલીમ વધારે વિગતે આપવામાં આવેલી. આ વર્ષે ટૂંકમાં તાલીમ આપેલ છે જેથી ગયા વર્ષનો વિડીયો પણ જોઈ લેવા સૂચન છે.

youtube.com/live/cJMNELbrW…

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ઉનાળામાં ઠંડા પીણાને બદલે શેરડીનો રસ પીવાથી સામાન્ય માણસને રોજગારી મળે. ઠંડા પીણામાં માત્ર ખાંડ હોય જ્યારે શેરડીના રસમાં રિફાઇન્ડ ખાંડને બદલે કુદરતી શર્કરા ઉપરાંત ખનીજ તત્વો પણ હોય

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બાવળ: વિકાસની ઝડપ મધ્યમ ઊંચું ઝાડ થાય પરંતુ ઘણીવાર ઘટા ઓછી હોય જેથી તેનો છાયો પાકને ઓછું નુકસાન કરે ખેતરના સેઢે વાવીએ તો સારું લાકડું મળી રહે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ધોરણ 10 માં પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે ધોરણ 10 માં એવા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે જેમને આપણે અભ્યાસનું મહત્વ સમજાવી શક્યા નથી અથવા અમુક વિષયો તેમને ફાવતા નથી. શાળાઓ આ દિશામાં પ્રયત્ન કરે અને બાળકને અભ્યાસ તથા કારકિર્દીનો નકશો તૈયાર કરવામાં મદદ કરે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ફણસ: વિકાસની ઝડપ પ્રમાણમાં સારી મધ્યમ કદનું ઝાડ થાય એટલે ખેતરના સેઢે વાવીએ તો છાયાના કારણે પાકને નુકસાન ન થાય અને ફળની ઘણી સારી આવક થાય.
દક્ષિણ ગુજરાતમાં ઘણા સારા ફળો આવે છે પરંતુ રાજ્યના અન્ય ભાગો વિશે મને માહિતી નથી.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

જેમને પરીક્ષા કે જીવનમાં નિષ્ફળતા નો અનુભવ થયો હોય તેઓને આ વિડીયો ઉપયોગી થઈ શકે

youtu.be/euJrAe6xDN4?si…

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

જાંબુ: વિકાસની ઝડપ સારી મધ્યમથી ઊંચા કદનું ઘટાદાર વૃક્ષ થાય આડું ઓછું ફેલાય એટલે ખેતરના શેઢે વાવીએ તો પણ પાકને છાયાથી ઓછું નુકસાન થાય, ફળની આવક ઘણી સારી. થોડું બટકણ હોવાથી નીચે વાહન રાખીએ તો ચોમાસામાં ડાળા પડવાના કારણે નુકસાન થવાની શક્યતા.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ધોરણ 12 નું પરિણામ ... વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન..

youtu.be/euJrAe6xDN4?si…

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

સંતાનનું બારમાનું પરિણામ નબળું આવે તો માતા પિતાને નિરાશા થાય તે સમજી શકાય છે પરંતુ આ સમય તમારી નિરાશા વ્યક્ત કરવાનું નહીં તમારા બાળકને સાચવી લેવાનો છે તમે તેના કરતાં બમણાથી વધુ દિવાળી જોઈ છે તમારી પાસે પરિપકવતાની અપેક્ષા રાખી શકાય

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બારમાના પરિણામ માટે સૌ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. બહુ સારા ગુણ સાથે પાસ થાવ તેવી શુભેચ્છાઓ.

પરિણામ ગમે તે આવે તેને ઉત્તમ પરિણામમાં પરિવર્તિત કરવાની તાકાત તમારામાં છે ઈશ્વર તમારી આ તાકાત વધારે તેવી પ્રાર્થના.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બારમાના પરિણામથી નિરાશા જન્મે તો ગુજરાત પોલીસની 24 કલાક ચાલતી માનસિક આરોગ્ય હેલ્પલાઇન નો સંપર્ક કરશો

બારમાના પરિણામથી નિરાશા જન્મે તો ગુજરાત પોલીસની 24 કલાક ચાલતી માનસિક આરોગ્ય હેલ્પલાઇન નો સંપર્ક કરશો
account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

તમારા સંતાનનું બારમાનું પરિણામ નબળું આવે તો એ સમય તેનો વાંક કાઢવાનો નથી તેની પડખે રહેવાનો છે. ‌ મા બાપ પડખે હશે તો સંતાન ખૂબ જ આત્મવિશ્વાસથી જીવન સાથે બાત ભીડશે અને સફળ થશે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બારમાની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે મને મેડિકલના ટકા નહિ આવે તેવું લાગતા ખૂબ નિરાશા થયેલી આજે સમજાય છે કે હું ડોક્ટર થયો હોત તો આઇપીએસ થયો ન હોત.

કોઈ પરિણામના કારણે જીવનનો રસ્તો બદલાઈ જાય પણ તે રસ્તો ખરાબ હોય તેવું જરૂરી નથી.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બારમાનું પરિણામ સારું ના આવે ત્યારે તકના બધા દરવાજા બંધ થઈ જતા હોય તેવી લાગણી વિદ્યાર્થીને થાય તે સમજી શકાય છે પરંતુ તેવું હોતું નથી જીવનમાં પાછા વળી જોઈએ ત્યારે ખબર પડે છે કે એક સમયે નિષ્ફળ ના થયા હોત તો આટલા ઊંચા શિખરે પહોંચ્યા ના હોત.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

આવતીકાલે ધોરણ 12 નું પરિણામ છે. માતા પિતા અને બાળકો ને કહેવાનું કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી, પરિણામ કંઈ પણ આવે જીવનમાં શ્રેષ્ઠ કરવાના અને સફળ થવાના બધા દરવાજા હંમેશા ખુલ્લા હોય છે કોઈ સફળતા કે નિષ્ફળતા અંતિમ હોતી નથી.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓ યુ પી એસ સી દ્વારા લેવાયેલ ભારતીય વન સેવા પરીક્ષામાં પસંદગી પામ્યા. તેઓને તથા તેમને માર્ગદર્શન આપનાર ટીમ સ્પીપા તથા સરદારધામ ને ખૂબ ખૂબ અભિનંદન.
તેઓ દિલથી સાચા પર્યાવરણ રક્ષક બને તેવી અપેક્ષા.

account_circle