BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profileg
BBC News Gujarati

@bbcnewsgujarati

બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.

ID:826107626807238657

linkhttps://www.bbc.com/gujarati calendar_today30-01-2017 16:39:41

30,6K Tweets

36,8K Followers

6 Following

BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી 2024 માટે આજે પાંચમાં તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં કઈ છે મહત્ત્વની બેઠકો અને કયા નેતાઓનું ભવિષ્ય આજે મતપેટીમાં સીલ થશે? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી જે હેલિકૉપ્ટરમાં સવાર હતા તે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર છે. હેલિકૉપ્ટરમાં ઈરાનના વિદેશમંત્રી સહિત પૂર્વીય અઝરબૈઝાન પ્રાંતના ગવર્નર સહિતના લોકો સવાર હતા. હેલિકૉપ્ટરમાં સવાર લોકો અંગે હજી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી જે હેલિકૉપ્ટરમાં સવાર હતા તે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર છે. હેલિકૉપ્ટરમાં ઈરાનના વિદેશમંત્રી સહિત પૂર્વીય અઝરબૈઝાન પ્રાંતના ગવર્નર સહિતના લોકો સવાર હતા. હેલિકૉપ્ટરમાં સવાર લોકો અંગે હજી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ. #iran #ibrahimraees
account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

અમેરિકા ફરીથી અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. ચીન અને ભારત પણ ચંદ્ર પર નવા મિશન મોકલવાની યોજના બનાવી રહ્યા છે. ચંદ્રમાં એવું શું છે કે દુનિયા આખીને ફરીથી રસ વધ્યો? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પક્ષના નેતાઓ સાથે દિલ્હીમાં ભાજપના કાર્યાલય તરફ કૂચ કરતા પહેલાં કેન્દ્ર સરકાર સામે 'સામૂહિક ધરપકડ'નો પડકાર ફેંક્યો.

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

હાર્ટ ઍટેક, મગજમાં સ્ટ્રોક આવવો કે કિડની નિષ્ફળ જવાથી થતાં મૃત્યુમાં હાઈ બ્લડપ્રેશર મહત્ત્વનું કારણ મનાય છે. ભારતમાં થતાં કુલ મૃત્યુના 10.8 ટકા લોકો હાઈ બીપીના કારણે મૃત્યુ પામે છે. બ્લડ પ્રેશરની સમસ્યા કેમ થાય છે? તેનાથી બચવા શું કરવું જોઈએ? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઈમાં પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, 'ફૂડ સિક્યૉરિટી ઍક્ટ અમે લાવ્યા છીએ પરંતુ મોદીજી કહે છે હું ફ્રીમાં આપું છું. આતો ઍક્ટ છે તેને તમે નજરઅંદાજ કરી શકતા નથી.' આ અંગે તમે શું કહેશો?

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

'તેઓ સૂતા પહેલાં પોતાનાં બાળકોની તસવીર પણ જોઈ શકતા નથી.'
અમેરિકામાં બ્રિજ સાથે જહાજની ટક્કરને સાત અઠવાડિયાં થયાં, હજુ પણ જહાજ પર જ 20 ભારતીય ક્રૂ મેમ્બર કેમ ફસાયા છે? તેમની સ્થિતિ કેમ દયનીય છે? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

IPLના પ્લેઑફમાં જગ્યા મેળવવા માટે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ રમશે. બંને ટીમો માટે 'કરો યા મરો'ની સ્થિતિ છે તમારા મતે કોણ જીતશે?

IPLના પ્લેઑફમાં જગ્યા મેળવવા માટે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ રમશે. બંને ટીમો માટે 'કરો યા મરો'ની સ્થિતિ છે તમારા મતે કોણ જીતશે? #RCBvsCSK #ipl2024
account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

એ તોફાન જેમાં એક કિલો વજનના કરા આકાશમાંથી પડ્યા, કરાનું કદ કેમ વધી રહ્યું છે?

રજૂઆત : કલ્પના શાહ ઍડિટ : જમશેદ અલી

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

મહિસાગરમાં 75 વર્ષના વર અને 60 વર્ષનાં કન્યા, બન્નેએ આટલી મોટી ઉંમરે કેમ લગ્ન કર્યા?

વીડિયો : દક્ષેશ શાહ
ઍડિટ : પવન જયસ્વાલ

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

'પાંચ વર્ષ પહેલાં 250 મણ કેરીનું ઉત્પાદન થતું, આજે ખાલી 6 મણ કેરીનું થયું. એક ખેડૂતે 400 આંબા કાપી નાખી ચીકુ વાવ્યા'
ગુજરાતના આ ખેડૂતોને આંબાના પાકમાંથી આવક કેમ નથી થઈ રહી? આંબા કાપવાનો વારો કેમ છે?
વીડિયો: રૂપેશ સોનવણે, સુમિત વૈદ

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

રસોઈને યોગ્ય વાસણમાં રાંધવામાં ન આવે તો પોષકતત્ત્વોનો નાશ થાય છે એવી અનેક માન્યતા પ્રવર્તે છે. ભારતની મેડિકલ સંસ્થાએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમના મતે કયા વાસણમાં યોગ્ય પ્રમાણમાં પોષકતત્ત્વો જળવાઈ રહે છે? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિના કારણે અનેક હિંદુ-મુસ્લિમોની મિત્રતાને અસર થતી હોય છે, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ભણતા આ યુવા મિત્રો કેવી રીતે એકબીજા સાથે વર્તે છે? સાંપ્રદાયિક તણાવ થાય છે તો નૂર અને કાવ્યાના સંબંધો પર કેવી અસર પડે છે? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

અમિત શાહે બિહારના મધુબનીમાં કહ્યું, 'આ સીતા માતાની ભૂમિ છે. અહીં ગોહત્યા ન ચાલી શકે. ન ગાયની તસ્કરી થશે. ન ગાયની હત્યા થવા દઈશું. એ નરેન્દ્ર મોદીનો વાયદો છે.' આ અંગે તમે શું કહેશો?

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

એમડીએચ અને ઍવરેસ્ટ જેવી બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઑક્સાઇડ મળ્યાનો દાવો કરીને દુનિયાના કેટલાક દેશોએ તેની પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે FSSAI દાવો કર્યો છે ભારતમાં વેચાતા મસાલામાં આ રસાયણ નથી. FSSAIના દાવા પર સવાલ કેમ ઊઠી રહ્યા છે? bbc.com/gujarati/artic…

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

સોશિયલ મીડિયા પર બીબીસીના સર્વેની પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં લોકસભાની ચૂંટણીમાં 'ઇન્ડિયા' ગઠબંધન જીતી રહ્યું હોવાનો દાવો કરાયો છે, શું છે આ દાવાની હકીકત? bbc.com/gujarati/artic…

account_circle